STORYMIRROR

Nisha Shah

Children Stories

4  

Nisha Shah

Children Stories

ઘરવખરી

ઘરવખરી

2 mins
229

 ઘરવખરી રે ! ઘરવખરી !

આજ અંદરોદર ઝગડી પડી,

બોલો કોણ સૌથી ઉપયોગી?

થઈ હુંસાતુુસી ને ચડસાચડસી.


  બારણે લટકતા તોરણ બોલ્યા,

   અમે દઈએ આવકારો સૌને,

  દીવાનખંડનાં સોફા બોલ્યા,

  અમે દઈએ માન-સન્માન સૌને.


શોકેસનાં કપરકાબી ખખડ્યા,

અમે કરીએ મીઠું સ્વાગત સૌનું,

લેમ્પ અને ઝુમ્મરો ચમકી ઉઠ્યા,

અમે ઘરની શાન કરીએ અજવાળું.


   શયનગૃહનાં પરદા હચમચી ઉઠ્યા,

   ઓશિકા ગાદલા રજાઈ લડી પડ્યા,

    અરીસા ટેબલ ખુરશી ભડકી ઉઠ્યા,

    કેમ ભૂલો છો અમે જ છે ઘરની શોભા.


રસોઈઘરમાં ચમચા કડછી કરે તડાફડી,

અમારા વિના દૂધ બળે ને દાળ બળે,

થાળી વાડકા પેણી તપેલા કરે ધીંગામસ્તી,

ભાતભાતનાં દઈએ અમે ભોજન રાજાશાહી.


    ઘરવખરીને ઘેરી બેઠુ છાનુંમાનું ઘર,

    મીઠુંમીઠું હસ્યા કરે જુએ મારામારી,

    કહે શીદને કરો છો સૌ ધમાચકડી !

    મુજ વિણ થશે શું હાલ તમારા ?


હું નહિ તો જ્યાં ને ત્યાં રહેશો સૌ રખડતા,

ઘર જ નહિ તો ઘરવખરી લેશે કોણ ? 

સમજી ગઈ સૌ ઘરવખરી! ઘરવખરી રે !

ઘરવખરી! વ્હાલથી ઘરને વળગી પડી.



Rate this content
Log in