દુવા
દુવા
1 min
230
કહું એવો કોઈ શેર જે દાદ માંગીલે,
કોઈ મારું દિલ એ બરબાદ માંગીલે.
રહ્યા મૌન એટલા અમે એની સમક્ષ,
સામે ચાલીને અમારી ફરિયાદ માંગીલે.
બાળપણને વળી ક્યાં પ્રભુ દેખાય છે ?
મંદિરમાં જતા જ એ પ્રસાદ માંગીલે.
માંગ્યા હતા કોઈને એમ દુવાઓમાં,
અષાઢે ખેડુત જેમ વરસાદ માંગીલે.
માંગ્યા ઘણા સુખ તે તારા એની પાસે,
હવે કોઈની માટે દુવા એકાદ માંગીલે.
