STORYMIRROR

Kaushik Dave

Inspirational Children

4  

Kaushik Dave

Inspirational Children

શહીદ

શહીદ

1 min
294

ભૂલી જનારા કદાચ તમને ભૂલી પણ જશે,

તમે આપેલી શહિદીને અમે યાદ રાખીશું.


ના ભૂલવું એ કે દેશ માટે જીવવું જરૂરી છે,

વતન માટે બલિદાન આપનારને યાદ કરીશું.


તમારી યશગાથા ને આવનાર પેઢી જાણતી રહેશે,

ના જાણતા હોય એને અમે યાદ કરાવીશું.


વતન પ્રેમ શું છે એ આપણે યાદ રાખવું ઘટે,

નીજ સ્વાર્થ માટે દેશનું અહિત કદી ના કરવું. 


બોલવામાં જ શૂરા બનવું એ જરૂરી નથી,

દેશ હિત માટે શહીદ થતાં ને યાદ કરીશું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational