STORYMIRROR

purvi patel pk

Children

4  

purvi patel pk

Children

છુક છુક ગાડી

છુક છુક ગાડી

2 mins
339

છુક છુક, છુક છુક, છુક છુક, છુક છુક...

પી... પી... પાવો વગાડતી ગાડી આવી

આખા દેશમાં ફરતી એક અનોખી ગાડી,

હર સ્ટેશને ઊભી રહેતી આ લોકલ ગાડી.


પહેલું સ્ટેશન આવ્યું, ત્યાંથી કારેલું ચડ્યું

રંગ લીલો પણ, શરીરે ભારે ખરબચડું

કારેલું કહે, હું સ્વાદમાં ભલે લાગુ કડવું

ખાવા મુજને નમે, મારા ગુણ તો સૌને ગમે...છુક 


બીજું સ્ટેશન આવ્યું, ને એક બટાકું ચડ્યું 

રંગે ઘઉંવર્ણું પણ, ઘાટ ઘુટ વગરનું

બટાકું કહે, હું તો સૌનું વ્હાલું વ્હાલું

વધુ ખાશો તો તમે થઈ જાશો ગોલુંમોલું...છુક 


ત્રીજું સ્ટેશન આવ્યું, ત્યાંથી એક ટામેટું ચડ્યું,

રંગે લાલચટ્ટક, લાગે કેવું ગોળમટોળ

ટામેટું કહે વટથી, હું તો ગુણકારી રાજા

રોજ સલાડમાં રાખો, તો રહો તરોતાજા...છુક 


ચોથું સ્ટેશન આવ્યું ને, વાલોળબેન ચડ્યાં 

રંગે લીલાં લીલાં ને, પાતળા સોટા જેવા

વાલોળ કહે, જો તમે મને રાંધો લીલીછમ

તો, આખો દિવસ રહે સૌના કામમાં દમ...છુક 


પાંચમું સ્ટેશન આવ્યું, પાતરાભાઈ ચડ્યાં 

એ પણ રંગે લીલાં, પણ એકજૂથ થઈને રહે

પાતરા કહે અમને ખાઓ, લીંબુ ઝાઝું નાંખી

પડી જાય ટેસડો, પહેલાં કોળિયે જ ચાખી...છુક 


છઠ્ઠું સ્ટેશન આવ્યું, કોથમીર બેની ચડ્યાં 

રૂપ રંગે લીલાં, કોઇનાં પણ મન જાય મોહ્યાં

કોથમીર કહે, ઉપયોગ જો વધારો મારોય

તો, આંખે ચશ્માં પહેરવાં ન પડે ક્યારેય...છુક 


સાતમું સ્ટેશન આવ્યું, ત્યાંથી બીટ રાજા ચડ્યાં 

દેખાય બહારથી ભૂખરાં, અંદરથી લાલમ લાલ,

બીટ કહે, મને ખાઈ લો, રોજબરોજ ભરપૂર 

પછી જુઓ, સ્વચ્છ લોહીમાં આવી જાય પૂર..છુક


આઠમું સ્ટેશન આવ્યું, કાંદાભાઈ ચડ્યાં,

રંગે રૂપે ગુલાબી ને, કપડાં પહેરે નવાબી,

બા, મારા કહેતાં, કાંદા ખાય તે થાય ગાંડા,

વધુ નહીં ખાશો, નહિતર થશો મનના માંદા...છુક 


નવમું સ્ટેશન આવ્યું, લસણભાઈ ચડ્યાં,

રંગે ધોળા ધોળા, પણ છોતરાં ઉડાડે નકરાં,

લસણ કહે મોટેથી, ભોજનમાં ઉપયોગ વધારો,

લોહી પાતળું રહેશે ને, ડોકટર દૂર રહેશે...છુક 


દસમું સ્ટેશન આવ્યું ને, ફળોનું કુટુંબ ચડ્યું

બહુ થયું તમારું, હવે આવ્યો અમારો વારો

એકલાં શાકભાજીથી કંઈ થાય ના ભલીવાર

જો આહારમાં ફળો ના ભળે, સમજ્યાં...છુક.


Rate this content
Log in

Similar gujarati poem from Children