ફરી બાળક બની જઈએ.
ફરી બાળક બની જઈએ.
લો ! સવાર પડી ! આ આકાશેથી રોશની દડી..
પેલો સુરજ તો જો ..!
બાળકોની ટોળી બોલી પડી
"સોનેરી પાઘડી પહેરીને આવ્યો, ના સપનાની ટોપલી લાવ્યો"
ચાલો સપનાને વીણી લઈએ
એમ થાય છે ફરી બાળક બની જઈએ..
લે ! ...આ રસ્તાને જો !..
આપણી સાથે દોડે છે
પેલો પવન ! મીઠી મમતા ઢોળે છે
બોલી પડી નાજુક ફૂલોની ટોળી...
ચાલોને ! આપણે પણ દોડી લઈએ ..
એમ થાય છે ફરી બાળક બની જઈએ..
આ નાના ફરિશ્તાઓથી શહેર ચમકે છે
રસ્તે રસ્તે માનું હૃદય ધબકે છે..
ચાલોને એ ધબકારને ઝીલી લઈએ ...
એમ થાય છે ફરી બાળક બની જઈએ.