વેન્ટિલેટર
વેન્ટિલેટર
આજે એને વેન્ટિલેટર પર લીધો સવારે
ખૂબ કપરો સમય હતો..
જીવન ને મરણની લડાઈ ચાલી..
લાગ્યું બધું થાય છે ખાલી.
ડોકટરો આશા આપતા રહયા..શ્વાસ ને વિશ્વાસ અમે ઝાલતા રહ્યા
જીવન દોરી સંચાર. લગાતાર..
પણ વિધાતાનો પાસો અચાનક પલટાયો.. કડવું સત્ય સામે આવ્યું
કંઈ જ નજરે ન આવ્યું..
બસ એણે વેન્ટિલેટર પર
મૂક્યા હતા શ્વાસ ને સંબંધ..
શ્વાસ છૂટી ગયા.
સંબંધ આજે પણ વેન્ટિલેટર પર છે, મરવાને વાંકે જીવતા
રાહ જુએ છે મુક્તિની, મોક્ષની પ્રતિપળ..
