હાલો જઈએ ગામડે
હાલો જઈએ ગામડે
હાલો જઈએ ગામડે
હાલોને જઈએ ગામડે.
ખુલ્લાં ખેતરને ખોળે મહાલશું,
લીલાછમ વગડામાં ગાયોને ચારશું,
મીઠો લાગે વલોણાનો નાદ.
હાલો જઈએ ગામડે....
ડુંગરના ઢાળે ઓલા સરોવરની પાળે,
ઝૂલશું આપણે વડલાની ડાળે,
મીઠો લાગે અહીં માટીનો સ્વાદ
હાલો જઈએ ગામડે....
અહીં હોળી ને ઈદનાં ગીતો સહિયારા,
નાના મોટા સમરસ શેઠ ને માણિયારા..
એકતાનો ગુંજે છે સાદ.
હાલો જઈએ ગામડે....
સીધા સાદા ભોળા લોકોની પ્રીત અહીં,
ઝૂંપડામાં જીવે પણ ભાવભીની રીત અહીં,
માનવતાનો એક જ રાગ.
હાલો જઈએ ગામડે.....