STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

ચાલે છે હજી

ચાલે છે હજી

1 min
376


નિત નિત નવા અવતાર ચાલે છે હજી,

એ આશરે સંસાર ચાલે છે હજી,


જે મારગે પગલાં થયાં'તાં એમનાં,

એ મારગે ધબકાર ચાલે છે હજી,


ઠંડો વહાવ્યો વાયરો ખુશબૂ-સભર,

એ મનમાં તો અંગાર ચાલે છે હજી,


જે ખાનગીમાં રાખવા મથતા હતા,

એ વાત વારંવાર ચાલે છે હજી,


'સાગર' તને શેનો હતો વળગાડ એ,

વિધિ તેમની દમદાર ચાલે છે હજી.


Rate this content
Log in