ગજાનન
ગજાનન
શિવભવાની નંદન ગજાનન,
કોટિકોટિ છે વંદન ગજાનન,
પ્રથમપૂજ્ય ભગવંત ગણેશા,
સિંદૂરધારી છે નમન ગજાનન,
સિદ્ધિબુદ્ધિ નારી દેવ તમારી,
લાભલક્ષ હો ધડકન ગજાનન,
મોદકપ્રિય સદાય મંગલકારી,
ધર્યું મૂષક પર આસન ગજાનન,
સદા સુખકારી મંગલ પ્રદાતા,
ભાદ્રપદે હો આગમન ગજાનન,
સર્વદા હો ભક્તજન હિતકારી,
શુભકાર્યે વિઘ્નવિનાશન ગજાનન.
