STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

રાધા ને શ્યામ

રાધા ને શ્યામ

1 min
263

રંગીલો શ્યામ આવ્યો રમવાને રાસ,            

ચાચરમા આવી જોવે રાધાની વાટ,          

 

ગોપીઓ સૌ આવી કાન્હાને કાજ,           

 પણ કાનુડો જોવે છે રાધાની વાટ,    

            

 પ્રેમનું પ્રતિક છે આ રાધા ને શ્યામ,          

 ગોપીઓ થઈ દંગ જોઈ  રાધાનો થાટ,

        

આવી છે આજે નવ નોરતાની રાત,             

રમવાને રાસ આવ્યા રાધા ને શ્યામ,         


રાધાને શ્યામ જોઈ માડી હરખાય,    

ગોપીઓ સૌ ગરબે ઘુમે તાળીઓને તાલ,  


ગોપીઓ ના મનમાં વસ્યા છે શ્યામ,  

એમના મૃદુલ મન કરે ફરિયાદ,          


દર્શનનો લ્હાવો માડી અમને તું આપ            

કરવી છે માડી મારે હૈયાની વાત,

            

હૈયુ આ મારુ હવે હેતે ઉભરાય,                      

આંખોમાં છે હવે આંસુડાની ધાર.                  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational