ગૃહિણી
ગૃહિણી
આ લેબ પણ એની અજબ છે,
જૂના, નવા પદાર્થોના
એકસસ્પેરીમેન્ટના ટેસ્ટ છે.
સતત નીત નવા વ્યંજન શોધતી,
એક માત્ર વ્યંજનિસ્ટ છે.
અસેમ્બ્લી એવી ગોઠવે છે,
ગેસ ને પણ ઉભરાતા
વ્યંજન ટેસ્ટ કરાવે છે.
વ્યંજન અરોમાં એવાં મહેકે કે,
પાડોશી પણ સુગંધ લેવાં તલસે.
શું બનાવ્યું હશે વિચાર વમળની જલેબીમાં ભટકે.
ધન્ય રૂપ તારા, ધન્ય ગુણોની ખાણ તું,
પાક શાસ્ત્રની રાણી તું
ક્યારેક મા, ક્યારેક બે'ન,
ક્યારેક પત્ની પ્રેમની ખાણ તું,
સલામ એ ગૃહિણી તને
ગૃહિણી કહેતાં શરમાઈશ નહિ.
તારાં થકી કુટુંબ બિન્દાસ,
કુટુંબ ઇમારતની ઇટ તું,
સહજ ભાર ખમતી
તોયે ના પગાર ના રજા લેતી તું,
હે અન્નપૂર્ણા, હે લક્ષ્મી,
નવ દિવસની નવરાત્રી માતાની
પણ સદાય ગૃહ માટે જાગતી ચાર યુગની દેવી તું.
