Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shardul Dave

Inspirational

4.7  

Shardul Dave

Inspirational

સમ્રાટ અશોક

સમ્રાટ અશોક

1 min
345


દસ વર્ષની ઉંમર,

અશોક એનું નામ,

કચરો અને પ્લાસ્ટિક

વીણવાનું રોજનું એનું કામ !


દિવસ રાત એ મહેનત કરતો,

ભૂલી ને સઘળાં આરામ,

છતાંય ભૂખ્યું સૂવું પડતું,

જ્યારે મળે ના કામ નો દામ !


કદાચ તે પણ જાણતો હતો,

કે આમ ને આમ પહોંચી જશે,

એ પ્રભુ ના ધામ !


વરસાદે પળલ્યો,

ઉનાળે તપ્યો,

શિયાળે ધ્રૂજ્યો,

બીમારી એ રડ્યો,

ચક્કર ખાઈને પડ્યો,

ડૉક્ટર એ તરછોડ્યો

તોય ના એ ડર્યો !


ક્યારેક રસ્તા પર અમીરોએ કરી બદનામી,

ક્યારેક સમાજે કહ્યો ચોર તો ક્યારેક ગુલામ !

તો પણ સૌ કોઈ ને 'સાહેબ' કહેતો,


એ વિનમ્ર પ્લાસ્ટિક વિણવાવાળાને સલામ !

દુઃખ ભલે ને હજારો હોય, હંમેશા હસતો રહ્યો,

ને એના સપના સાંભળીને યાદ આવે પૂજ્ય કલામ !


ક્યારેય હાથ લંબાવીને ભોજન માંગ્યું છે તેણે ?

ક્યારેય ઉઘાડા ડિલે કપડું માંગ્યું છે તેણે ?

ક્યારેય ભીની આંખે આશરો માંગ્યો છે તેણે ?

ક્યારેય સૂકા સાદે પાણી પણ માંગ્યું છે તેણે ?

નહીં ને !


તો હે સાક્ષર માનવી,

તું શીદ ને એને જબરદસ્તી ભીખ આપે છે ?

એક કુમળા મનમાં નિમ્નતાનો ભાવ શાને ઉપજાવે છે ?

દાન ધરમના નામ પર એક બાળકની,

લાગણીઓને કેમ રમાડે છે ?


વિદ્યાનું દાન કર, થોડો પ્રેમ એને પ્રદાન કર,

રૂપિયો ફેંકી એના તરફ, તું શાં ને મજાક ઉડાવે છે ?


એક મહાન સમ્રાટને ભીખારી બનાવી,

ને કેમ પોતાને ઊંચો માને છે !

એક ગરીબ અશોકને ભીખારી બનાવી,

ને કેમ એનું આત્મસન્માન રુંધાવે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational