STORYMIRROR

Shardul Dave

Tragedy

4.8  

Shardul Dave

Tragedy

તાળું ચાવી

તાળું ચાવી

1 min
377


દસ વર્ષ પહેલાં,

પાડોશીના દરવાજા ખોલવા હતાં સહેલાં !


ના કોઈ ડોર બેલ, ના કોઈ બારણે ટકોર,

ના કોઈ ફોન કોલ, ના કોઈ બૂમ ને શોર ! ! !


જ્યાં આવ જા કરતા રહેતા મન ફાવે તેમ,

જ્યાં રમો, જમો, આળોટો ને સૂઈ પણ જાઓ, પોતાના જ ઘરની જેમ !

બે ઘર વચ્ચેની દિવાલો ફક્ત એક ભૂલ લાગે,

એક ઘરમાં આવે સંકટ તો બેઉ ઘર સાથે જાગે !

બરફ, અનાજ ને કરિયાણું અગણિત વસ્તુઓ માંગે,

જ્યાં ડિલ અલગ ને દિલ એક જ, મસ મોટો પરિવાર લાગે !


સવારના સારા નાસ્તાની આપ લે,

બપોરના વાતોનો ભંડાર

સાંજ પડે ને ઓટલા પરિષદ,

બસ એમજ ચાલતો સંસાર !


ક્યારેક તહેવારોની ઉજવણી

ક્યારેક દુઃખમાં પકડાતો હાથ,

તડકી છાંયડી ભલે બદલાતી

પાડ

ોશીનો કાયમ રહેતો સાથ !


સંકોચ ને જ્યાં સ્થાન નહીં,

ખોટા જ્યાં અભિમાન નહીં,

એકબીજાનું વાપરીએ ને,

તોય કહેવાય એ ઉધાર નહીં !


પણ આ તો,

દસ વર્ષ પહેલાં . . .

દસ વર્ષ પહેલાં,

પાડોશીના દરવાજા ખોલવા હતાં સહેલાં !


ને હવે ?!

હવે તો બસ દેખાદેખી જ છે !


હું અમીર તારાથી કેટલો !? એ જ જીદ સચવાય છે !

મારી ગાડી મોટી છે, તે વાત ઘમંડથી કહેવાય છે !

'પહેલું સગું તે પાડોશી', તે વાત હવે વિસરાય છે !

પાડોશી હોય ઘરમાં તોય બારણે તાળું બંધાય છે !


ને વહેવારના નામ પર,

એ જ લટકતાં તાળાંની ચાવી એકબીજાને ઘેર અપાય છે !


શું લાગે છે એ ચાવીઓથી પડોશીઓના હૃદયના દ્વાર ખૂલશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy