STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મનની ઈમારત

મનની ઈમારત

1 min
134

મનરૂપી મકાનમાં પડ્યો નિરાશાનો કાટમાળ,

દૂર કરો એને,  

મનરૂપી ઘર માં પડ્યો નફરત, ઈર્ષ્યા અદેખાઈ,

અહમનો ભંગાર દૂર કરો એને,


મનરૂપી ઘરમાં પડી મતભેદની તિરાડ

પૂરો એને,

મનરૂપી ઘરમાં બાઝ્યા પૂર્વગ્રહો ના જાળા,

દૂર કરો એને,


મનરૂપી ઘરમાં બાજી આ ભેદભાવની ધૂળ,

દૂર કરો એનેે,

 મનરૂપી ઈમારત ને છે રિનોવેશનની જરૂર,

આશાવાદથી કરો રંગ રોગાન,


પરસ્પરની સમજૂતીથી પૂરો તિરાડ,

પરસ્પર હેત મહોબત માટે ખુલા રાખો મનના દ્વાર,


કાળજી અને દરકારથી કરો જીર્ણોધાર,

ક્ષમાનું ફૂલ રાખો ઉગાવી,

 મહેકી ઉઠશે જીવન,


મનની ઈમારતની માવજત કરતા રહો,

મનની ઈમારતને જર્જરિત થવા ના દો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational