આ ગણતરી કોને ખબર
આ ગણતરી કોને ખબર




કોણ ક્યારે કેવી રીતે ક્યાં માયનસ
થઈ જશે
કોને ખબર,
કોણ ક્યારે કેવી રીતે ક્યાં પ્લસ થઈ જશે
કોને ખબર,
આ જીવનનું ગણિત છે કોઈ ચોક્કસ ગણત્રી ના કરી શક્યું ને હવે કરી શકવાનું
કોને ખબર,
અગણિત વર્ષોનાં સરવાળા અને બાદબાકી થતા રહશે ક્યાં સુધી
કોને ખબર,
સાથે કયો ફોર્મ્યુલા લઈ જવાના
સૌ ને કયો ફોર્મ્યુલા આપી જવાના કોને ખબર,
જીવન સાવ શૂન્યથી શરૂ થયું
સાવ શૂન્યમાં ભળી જવાનું
ને ફરી આ ગણિત શરૂ થવાનું
કોને ખબર,
મતભેદ અને મનભેદની બાદબાકી
પ્રેમ અને હૂંફનો સરવાળો
અને ગણી બધી ગણત્રીઓ તે છતાં
જીવન નો ઋણ ચૂકવી શકવાના
કોને ખબર,
ઈશ્વર છે અને રહેશે સાથે દરેક ગણિતમાં
બસ એટલીજ ખબર.