STORYMIRROR

Jyotin Choksey

Inspirational

3  

Jyotin Choksey

Inspirational

સૂર્યોદય સૂર્યાસ્ત ચંદ્રોદય

સૂર્યોદય સૂર્યાસ્ત ચંદ્રોદય

1 min
540

સૂર્યોદય, દિવસ અને સૂર્યાસ્ત 

વળી પાછી સવાર,

જન્મ જીવન અને મરણ

વળી પુનર્જન્મ.


સૂર્યોદય સૂર્યાસ્તની સુંદરતા નિરાળી,

જન્મ મરણની ગહનતા નિરાળી.

ભરબપોરે સૂરજ તપે,

જીવનમાં ભરયૌવન ખપે.

સંધ્યા થતા બંને ઢળે,

જ્યાંથી આવ્યા ત્યાં જઈ મળે.


સૂર્યાસ્ત થયો ક્ષિતિજની સુંદરતા

બની ગઈ સંધ્યાની ગહનતા.

ચંદ્રોદય થયો,

સંધ્યા જ્યોત્સનામાં ફેરવાઈ ગઈ.

અંધારુ થયું,

ચંદાની મહત્તા સમજાઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational