પૂછ તારા સ્વજનને !
પૂછ તારા સ્વજનને !
પૂછ તારા સ્વજનને...!
દરેક વેળાએ તું પૂછે છે મને
તું માણસ હું પણ માણસ
તારે હાથ મારે હાથ
તારે નાક મારે નાક
તારે પગ મારે પગ
તારું રક્ત લાલ મારું રક્ત લાલ
તારું નામ એક છે મારું પણ નામ
તારું ગામ મારું પણ ગામ
સઘળું એક સમાન
હા! રંગ રૂપ ભીન્ન ભીન્ન ખરા
પણ તારી જાત ને મારી જાત
સાવ અળગા આમ કેમ ?
પૂછ તારા સ્વજનને જેણે
હજારો વર્ષથી ઊભા કર્યા છે
આ જાત જાતના અલગ વાડા
રાખ્યા દૂર માણસથી માણસને
કર્યા નિતનવા નિયમો
શા કારણે ?
પૂછ તારા સ્વજનને !
