STORYMIRROR

Kinju Desai

Inspirational

3  

Kinju Desai

Inspirational

ચાલો સૌ સહકાર આપીએ !

ચાલો સૌ સહકાર આપીએ !

1 min
242

લડી રહ્યું છે સમગ્ર વિશ્વ જેની સામે, 

લડવાનું છે આપણે પણ, આ મહામારી સામે, 

વાત હોય ભારતની કે, આપણા ગુજરાતની, 

નથી રહ્યો કોઈ પ્રદેશ બાકી જેની સામે,

એવા આ કોરોનાને હરાવવાનો છે આપણે, 

તો ચાલો, સૌ ગુજરાતને સહકાર આપીએ.


સરકારના નિયમોનું પાલન કરીએ, 

દૂર રહીને એકબીજાને બચાવીએ, 

અજ્ઞાનતામાં ના સપડાઈએ,

કોઈની ખોટી વાતોમાં ના આવીએ, 

કોરોનાથી ના ડરીએ, પણ પૂરી સાવચેતી રાખીએ, 

તો ચાલો, સૌ ગુજરાતને સહકાર આપીએ.


વિકટ પરિસ્થિતિમાં ધર્મભેદને ના લાવીએ, 

ભાઈચારો અને પ્રેમભાવને વહાવીએ, 

જરૂરિયાતમંદોને સહાયતા કરીએ, 

કોરોના વોરિયર્સને ઈજ્જત આપીએ, 

સ્વચ્છતા અને સોશ્યલ ડિસ્ટેન્સનો આગ્રહ રાખીએ,

તો ચાલો, સૌ ગુજરાતને સહકાર આપીએ 


આ રોગને ભાગવવાનો છે, રોગીને નહિ, 

એ વાતને સમર્થન આપીએ, 

કોઈ સાથેે ખરાબ વ્યવહારના કરીએ, 

માણસાઈનો ભાવ બતાવીએ, 

એક બીજાંને સાથ-સહકાર આપીએ, 

તો ચાલો, સૌ ગુજરાતને સહકાર આપીએ. 


ફેલાઈ છે જ્યારે સર્વત્ર નિરાશા, 

માત્ર ભગવાન પર છે સર્વને આશા, 

પણ માત્ર આશાથી નહીં રોકાય આ કોરોના, 

ઘરમાંથી બહાર ના નીકળીએ, 

ઘરમાં રહી આ મહાયુદ્ધને જીતીએ

તો ચાલો, સૌ ગુજરાતને સહકાર આપીએ


વર્તમાન સમય છે સંયમનો, 

સમય છે દૂરી બનાવી રાખવાનો, 

સમય છે કોરોના વોરિયર્સને સાથ આપવાનો, 

સમય છે સરકારને મદદ કરવાનો, 

સમય છે કોરોનાને માત આપવાનો, 

આ સમય છે કંઈક કરી બતાવવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational