કેડી કંડારીએ
કેડી કંડારીએ


ચાલો સૌ નવી કેડી કંડારીએ,
ભૂલી જઈ નાતજાતને, પ્રેમ ભાવ ને વહાવીએ
ભૂલી જઈ અનેક ધર્મ, માનવ ધર્મ અપનાવીને
વેરઝેર ને ભૂલી જઈ, શીતળ મન બનાવીએ
ચાલો સૌ નવી કેડી કંડારીએ.
યુવા છીએ આપણે, નવસર્જન કરીશું આપણે
જડ બનેલા માનવીને, બદલીશું આપણે
શરુઆત કરીએ નવી પણ, પ્રથમ આપણે
ચાલો સૌ નવી કેડી કંડારીએ.
મુશ્કેલીમાં સાથ આપી, મુસ્કાન વધારીએ
રંગભેદ ભૂલી જઈ, એકતા ના રંગે રંગાઈએ
તો ચાલો, આ વિચારને આગળ વધારીએ
ચાલો સૌ નવી કેડી કંડારીએ.