STORYMIRROR

Kinju Desai

Romance Fantasy Inspirational

4  

Kinju Desai

Romance Fantasy Inspirational

અરણ્યમાં કૃષ્ણા

અરણ્યમાં કૃષ્ણા

1 min
276

સપનાં સેવતી ઉરમાં, 

ચાલી છે દ્રુપદનંદિની વનમાં... 


કુસુમની એક નવીન કળી, 

જાણે ખીલી છે બ્રહ્માંડમાં... 


જે ખોવાઈ હતી મધુસુદનની માયામાં, 

હવે, એ છે ફાલ્ગુનિની છાયામાં... 


જ્યેષ્ઠ અને ગદાધારી, વળી, 

અશ્વિની કુમાર છે સંગાથે અરણ્યમાં...


આસ્તે ચાલતી બની પ્રણયની, 

ચિંતન કરતી, અર્જુન સંસર્ગનું મનમાં... 


ઉદક રૂપે વહે છે કૃષ્ણા, 

સવ્યસાચીના પંથમાં... 


કર ઝાલી ચાલતાં સાથે, 

મોહાણી એ ધનંજયના મોહમાં... 


ખીલી ઊઠ્યું હતું વિશ્વ જાણે, 

એની કામનાનાં આનંદમાં... 


પૃથા એ કહ્યું જ્યારે, 

‘લાવ્યા એ વહેંચી લો બંધુઓમાં’... 


રૂંધાયો શ્વાસ યાજ્ઞસેનીનો ત્યારે, 

જાણે, પૂર્ણ થયો પ્રાણવાયુ પૃથ્વીમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance