STORYMIRROR

Kalpesh Patel

Inspirational

3  

Kalpesh Patel

Inspirational

દિવાળીનું ઢાળું

દિવાળીનું ઢાળું

1 min
293

ચૌદસ છે કાળી,

અને  

વડું છે કુંડાળે,


ધોળું ગણો કે કાળું

પડ્યું છે મારગને મથાળે.


આગળ કે પાછળ

મારગને કોઈ દરવાજો ન મળે,


તોય, મધ-મારગે કુંડાળું

વળગેલું કુંડાળાંનું 'તાળું',


જોઈ 'વડું' વદે 'કળેવળે'

હું તો છું, દિવાળીનું 'ઢાળું',


અમાસને પણ 'અજવાળું'

કાલે છે મેરાયુંનો 'મેળ'


ત્યારે હવે સૌના 'સૂળ' બનશે 'સૂર'

હવે છે અફર

 કે

સૌ 'પાળ'નો સમજો 'પાર'

'અફળ' થવાના છે 'સફળ'

~X~

 શબ્દ સૂચિ :-( કળે વળે –ચાલાકીથી કહે ), (ઢાળું –ના રસ્તે ), (પાળ- અડચણ ), (પાર-અંત ) (અફર – અડગ- નક્કી )


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational