કાનુડાની વાંસળી
કાનુડાની વાંસળી
જંગલમાં વાંસળી વાગી
કાનુડાની વાંસળી વાગી
પ્રાણીઓમાં ભાગદોડ મચી
સાંભળવા વાંસળી ભાગદોડ મચી,
હાથીભાઈ જીદે રે ચડ્યા
મારે તો વાંસળી લેવી
મને ગમે વાંસળી નાની
કાનુડાની વાંસળી વાગી,
મોરભાઈએ વાંસળી સાંભળી
એની ધૂનમાં રમઝટ જામી
મોરભાઈ તાલે ઝૂમી
કાનુડાની વાંસળી વાગી.