Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya

Inspirational

3  

Meenaz Vasaya

Inspirational

શબ્દો

શબ્દો

1 min
195


શબ્દો ક્યારેકહૂંફ ભર્યા આત્મીયતા બક્ષે,

ક્યારેક લોભામણા દિલ હરી લેતા,


ક્યારેક કઠોર શબ્દો હૈયા ને ઘાયલ કરતા,

ક્યારેક છેતરામણા શબ્દો વિશ્વાસઘાત કરતા,


ક્યારેક સંબંધોના વિચ્છેદનું કારણ બનતા શબ્દો,


ક્યારેક દિલો વચ્ચે સેતુ બનતા શબ્દો,

રિસાય તો મનાવતા શબ્દો,


સંબંધોમાં સુમેળ લાવતા શબ્દો,

ક્યારેક હૈયે અગનજ્વાળા સર્જતા શબ્દો,


ક્યારેક ઘાવ પર શીતળ લેપ બનતા શબ્દો,

ક્યારેક અર્થહીન બકવાસ શબ્દો,


ક્યારેક અર્થસભર મૌન છે શબ્દો,

મા ની ગોદ પિતા નો ખભો બને શબ્દો


ક્યારેક વ્યથા ને જન્મ આપે શબ્દો,

ક્યારેક જીવનમાં ખુશીઓ લાવે શબ્દો


મારે પણ શબ્દો,

અને તારે પણ શબ્દો,


જેવી જેની વાણી,

કરે જો મીઠા શબ્દોની લ્હાણી,

તો જીવન બની જાય ઉજાણી,

ખુશીઓ લાવે તાણી,

જો યોગ્ય જગ્યાએ બોલે યોગ્ય વાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational