ધણી ધરાનો
ધણી ધરાનો
1 min
433
છડી પોકારી વાદળને ગજાવીને,
ધણી આવ્યો ધરાનો નભ સજાવીને,
આ ધરતીનો બનાવ્યો મ્હેલ અદ્ભુત જો,
સજાવ્યો છાપરું નભનું છજાવીને,
ઘણા તડપાવ્યા લોકોને કરી ઘેલા,
ને આવ્યો ખૂબ ઈશ્વરને ભજાવીને,
કરી દીધા ઘણા ઘેલા અહીં સૌને,
નચાવ્યો નાચ લજ્જાને તજાવીને,
અહીં 'સાગર' કરે વાતો ઘણી તેની,
હતો ખુશ એ ઘણી નિષ્ઠા બજાવીને.