STORYMIRROR

Vrajlal Sapovadia

Crime

4  

Vrajlal Sapovadia

Crime

બળાત્કારી

બળાત્કારી

1 min
190

ભૂલ્યો ભાન કે જન્મદાતા,

મા તવ હશે કેટલી સબળા

રાક્ષસ મન ઉપર થયો સવાર,

જાણી તેને અબળા.


બેનના ભરપૂર પ્રેમની,

કેમ કરી તેં એટલીજ કિંમત,

નામર્દ નર બની સ્ત્રી લાજ,

લૂંટવાની તેં કરી હિંમત.


વિચાર્યું નહી તારે ઘરે પણ,

હશે કોમળ કેવી દીકરી,

મન આવેગના ભારે પશુ બન્યો,

મતિ તારી છીછરી.


ન આવી કરુણા તને સુણી,

એક લક્ષ્મીની ચિત્કાર,

હજો એવા હવસખોર,

પશુ સમ કમબખ્તને ધિક્કાર.


દીલ દિમાગ તન તારા,

ભાસે હડકાયા શ્વાન સરખા,

કેમ તને ના બંધ કરવો,

શ્વાન ઘર કાંતવા ચરખા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Crime