STORYMIRROR

Hetshri Keyur

Tragedy Crime Thriller

3  

Hetshri Keyur

Tragedy Crime Thriller

મને આજે પણ યાદ છે

મને આજે પણ યાદ છે

1 min
215

એ લોહિયાળ દિવસ 

મને આજે પણ યાદ છે,


પૈસા માટે રમાયેલ લોહીની હોળી

મને આજે પણ યાદ છે,


જે દિ' પૈસો થઈ ગયો તો સંબંધથી ઉપરી

 મને આજે પણ યાદ છે,


એક જ ઘરનાં પાંચ પાંચ સભ્યોનાં

મૃતદેહ જોયા મેં

મને આજે પણ યાદ છે,


મારા જ બાળક નું

માથું કપાયેલ જોયું હતું મેં

મને આજે પણ યાદ છે,


દીકરો ઊઠી   

પિતાનાં હાથ કાપી

એમને મારી નાખ્યાં હતાં

મને આજે પણ યાદ છે,


ભાઈ ઊઠી મોટા ભાઈ ને

જમીનમાં ભાગ માટે

મોત આપ્યું હતું

મને આજે પણ યાદ છે,


કાકા થઈ ત્રણ ભત્રીજાને

ઝેર પાઈ અને કાપી નાખ્યા હતાં

મને આજે પણ યાદ છે,


દીકરો ઊઠી જનેતા પાસેથી

જિંદગી છીનવી લીધી હતી

મને આજે પણ યાદ છે,


શોર બકોર કરતું અમારું ઘર

વેરાન ખંડેર માં ફેરવાઈ ગયું હતું

મને આજે પણ યાદ છે,


કપાયેલ મૃતદેહોની હારમાળા

અને બાજુમાં થીજી ગયેલ લોહીના ખાબોચિયાં

 મને આજે પણ યાદ છે,


 એક જ ઝાટકે પૈસા માટે

મારું ઘર અને જિંદગી તબાહ થઈ ગઈ હતી

 મને આજે પણ યાદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy