STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Crime Others

3  

Shraddhaben Kantilal Parmar

Crime Others

છેલ્લી ઘડીનો વિશ્વાસઘાત

છેલ્લી ઘડીનો વિશ્વાસઘાત

1 min
144

હાથમાં હાથ દઈ હોંઠો પર સ્મિત લઈ

છેલ્લી ઘડીએ મારો વિશ્વાસઘાત કરી જાય છે,


વચન આપી જન્મોજન્મ સાથે રહેવાનું

અધવચ્ચે જિંદગીની નાવ મૂકી હાલી જાય છે,


પ્રેમની ઈમરતશ ઘડી શમણાં મહેલ બનાવ્યાં હતાં

પોતાની બનાવી અચાનક જ પારકી કરી જાય છે,


પ્રેમનાં નામે જિંદગી સાથે રમત રમી જાય છે,

વિશ્વાસ આપી મને વિશ્વાસઘાત કરી જાય છે,


કૃષ્ણની જેમ રાધાને ગોકુળમાં પડતી મૂકી જાય છે,

પોતાની જાતને ભગવાન સાથે સરખાવી જાય છે,


દુનિયાના લોકો ભાન ભૂલી જાય છે

રામાયણ કે કૃષ્ણલીલામાં જોયેલી પ્રેમ ગાથા,

રિયલ જીવનમાં જીવવા જાય છે,


પાગલ લોકો પ્રેમના નામે ખેલ ખેલી જાય છે

કેટલી રાધા કે સીતા એમાં ફસાઈ જાય છે

ને રસ્તે રઝળતી થઈ જાય છે,


પ્રેમનાં નામે કેટલી જિંદગી આમ બરબાદ થઈ જાય છે,

છેલ્લી ઘડીએ પ્રેમમાં લોકો વિશ્વાસઘાત કરી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Crime