STORYMIRROR

Nilesh Baghthriya

Crime Drama Tragedy

3  

Nilesh Baghthriya

Crime Drama Tragedy

કૌરવવૃતિ

કૌરવવૃતિ

1 min
14K


ગાઢ નિદ્રામાંથી જાગી ગયો,

નજીકનાને હવે તો કળી ગયો,

ભાષા જો ખૂબ મીઠી દેખાઇ,

પણ આ આંખે દગો કળી ગયો,

વ્હાલ નીતરતું જો વાતે વાતે,

છે આ તો નર્યું ઝેર કળી ગયો,

રમત રમાય છે આ ખૂબ ભાવથી,

છે ચોપાટ મહાભારતની કળી ગયો,

માહ્યલે હવે આ તંદ્રા હણી છે "નીલ",

ને માટે જ આ કૌરવવૃતિ કળી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Crime