STORYMIRROR

Nilesh Baghthriya

Children

3  

Nilesh Baghthriya

Children

રવિવાર

રવિવાર

1 min
14.4K


ગમતો આવ્યો રવિવાર,

ભમતો આવ્યો રવિવાર,

તળાવ પાળે જાશું,

છબ છબ છબ નાહશું,

વડલે હિંચકો બાંધશું,

ગીત મધુરા ગાશું,

ગમતો આવ્યો રવિવાર,

ભમતો આવ્યો રવિવાર,


ભેરૂ સાથે રમશું,

ખેતર સીમ ખૂંદશું,

કાકડી ચીભડા ખાશું,

રાત સુધી રખડશું,

ગમતો આવ્યો રવિવાર,

ભમતો આવ્યો રવિવાર,


ભણતર તો ભણશું,

સાથે સાથે રમશું,

ગમતું સૌને કરશું,

માત પિતાને નમશું,

રમતો આવ્યો રવિવાર,

ભમતો આવ્યો રવિવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Children