આમ દોડે તેમ દોડે
આમ દોડે તેમ દોડે
આમ દોડે તેમ દોડે,
ઉપર દોડે નીચે દોડે,
ઉંદરભાઇ ફટાફટ દોડે,
કપડાં કાપે, કાગળ કાપે,
નાના મોટાં સૌના લૂગડાં કાપે,
ઉંદરભાઇ સરસર કાપે..
એક ટૂકડો પિંજર માહે,
રોટી સુગંધે ઉંદર આવે,
ઉંદરભાઇ અટવાયા કેદે,
ચૂં ચૂં કરતા વિનંતી કરે,
મમ્મી પિંજરે રાત રાખે,
ઉંદરભાઇ મૂંઝાણા જેલે,
મુન્નો સવારે ઉંદર જોવે,
ભૂલથી એ તો બારણ ખોલે,
ઉંદરભાઇ હવે ઝટપટ ભાગે,
દૂર જઇ એ હવે નાચ નાચે..
