એક પરપોટાની જાત જેવો મુસાફર છુ
એક પરપોટાની જાત જેવો મુસાફર છુ
રોકાવાનું જરાયે પાલવશે નહી,
ચલિત કદમોનો એક મુસાફર છું,
જીવતર સફર લાંબી કે ટૂંકી,
સમયે નીકળતો મુસાફર છું,
પહોંચવાનું છે આમ તો મોત સુધી જ,
ને માટે પળે પળ જીવતો મુસાફર છું,
ભેગું કર્યું ભેગું ન આવે કદી જાણી,
જગે વહેંચી જાણતો મુસાફર છું,
સંબંધે બહું સ્પષ્ટ રહ્યો છું સદા
માટે અટવાયા વગરનો મુસાફર છું,
દરદ હજાર જીવતરે પચાવી ગયો
માટે જગે હસાવતો એક મુસાફર છું,
ક્યારે આ સફર પૂરી થશે કહેવાય ના,
એક પરપોટાની જાત જેવો મુસાફર છું.
