સુખ આવે, દુઃખ આવે
સુખ આવે, દુઃખ આવે
સુખ આવે, દુઃખ આવે,
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
વિના શંકર ભાગે ઝેર આવે,
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
દોડીને પણ હાથમાં કશું ન આવે,
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
એક સાંધે ત્યાં તેર તૂટતા આવે,
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
માણસ મુખે મોહરા આવે,
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
ખબર નહીં કોણ કયારે આવે?
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
છે ખુદમાં ઇશને મંદિરે ગોતવા આવે,
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
માણસ છે પણ માણસ બની આવે?
સંસાર છે ભાઇ ચાલ્યા કરે.
કાલે જીવશું વિચારેને મોત આજે આવે
સંસાર છે ભાઇ "નીલ" ચાલ્યા કરે.
