STORYMIRROR

Nilesh Baghthriya

Inspirational

3  

Nilesh Baghthriya

Inspirational

જ્યારે જ્યારે ભટ્કયો

જ્યારે જ્યારે ભટ્કયો

1 min
26.9K


જ્યારે જ્યારે ભટ્કયો

રાહ પિતાએ દેખાડ્યો.


જીવતરે જ્યારે જ્યારે લડખડાયો

જાલી આંગળી પિતાએ સંભાળ્યો.


પાઠ અઘરાં ખૂબ આવ્યા જીવને

આ પિતાએ સરળતાથી સમજાવ્યો.


જવાબદારી તો અઘરી લાગે ઘણી

પણ હરપળે પિતાએ ટેકો આપ્યો.


મૂંઝાયો છું જ્યારે જ્યારે જીવને

બેઠો છું ને હું -કહી પિતાએ પડકારો આપ્યો.


નીચોવી નાખી જીવતરની પળે પળ

કારકિર્દીને કેવો ચમકારો પિતાએ આપ્યો.


આંખોના આ તારાને ચમકવા "નીલ "

નભ વિશાળ બની આ પિતાએ સધિયારો આપ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational