STORYMIRROR

Nilesh Baghthriya

Classics

3  

Nilesh Baghthriya

Classics

આપવાને કશું ઉઠે આ હાથ

આપવાને કશું ઉઠે આ હાથ

1 min
26.5K


આપવાને કશું ઉઠે આ હાથ,

મળ્યો છે અમૂલ્ય અવસર જાણજો.


દર્દે કોઇના દિલ રડી ઉઠે જો;

થયા છો તમે માણસ જાણજો.


તપતા ભારી આ જગતે જો મળે,

શીતળ હૈયું કૃપા ઇશની જાણજો.


સ્મિત રાખી શકો ને આપી શકો,

ખુશખુશાલ છે આ જીંદગી જાણજો.


ઉગાડી શકો અગર પથ્થર ધરાતલે કશું;

મળી હશે ભીંજાતી પળો તમને જાણજો.


અઢળક પામ્યા પછી વહેંચી શકો અગર,

આ જીવતર "નીલ" અવસર અનેરો થયો જાણજો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics