દીકરી
દીકરી
મા મારો શું વાંક હતો ? કે તે મને આ દુનિયા જોવા ના દીધી,
છાતી સરખી ચાંપીને, જગ જોવા બે બુંદ તારા દૂધના પીવડાવ્યા હોત,
સાત જનમ સુધી નિભાવત એ બુંદની કિંમત હું.
મા તારા જ ઉદરરૂપી ખેતમા તે બી રોપ્યું,
કુપણ ફૂટે તે પહેલા ઉખાડી નાખ્યું એને ?
ફૂલ બની રંગીલા જગતની રોશની જોવી હતી મારે.
શા માટે તે કાયમી અમાસની રાત્રી આપી મને,
દુનિયામા આવીને દીકરી, બહેન, પત્નીને અંતે મા બનવું હતું મારે,
ક્યાં અધિકારથી જોડાયા પહેલા કાપી નાખ્યો સંબંધ મારો ?
તે જે ભૂલ કરી મારી સાથે મારા હકથી વંચિત રાખી,
કાશ ! એ હત્યાચાર તારી સાથે થયો હોત તો,
શું તું આલમમા કોઈની દીકરી કે પત્ની બની હોત ?.
