એ કોણ છે
એ કોણ છે
1 min
163
જે અદીકો રહી કરે છે, વાસ માનવ અંતરે,
શ્વાસમાં ધડકે છે થઈને ચેતના એ કોણ છે ?
સૂર્ય થઈને કોણ અજવાળે છે આ આખું જગત,
રોશની થઇ ઝળહરે છે, ચન્દ્રમાં એ કોણ છે ?
કોણ વર્ષા થઈને વરસે છે આ આખા વિશ્વમાં,
વાદળોમાં જે કરે છે ગર્જના એ કોણ ?
કોણ શણગારે છે આ સૃષ્ટિને લીલીછમ કરી,
રૂપને સૌરભ ભરે છે ફૂલમાં એ કોણ છે ?
એક નાનું પાપ કરતા પણ હૃદય અચકાય છે,
ડંખ જેવી દિલને દે છે વેદના એ કોણ છે ?
