પપ્પાની છબી
પપ્પાની છબી
હારી ચૂકી હતી હું ચો તરફથી, ત્યારે મારી હિંમત બનનાર મારાં પપ્પાની તે છબી હતી,
નાનપણથી જીવનમાં આવતા દુઃખ સામે ઢાલ બની મને રક્ષનાર મારાં પપ્પાની તે છબી હતી,
ઉપકાર મારી માતાનો કે જન્મ આપીને મોટી કરી,
પણ જીવન કેમ જીવાય એ શિખવનાર મારા પપ્પાની તે છબી હતી,
બચપણમાં ક્યારેય વઢયા નથી મને, દીકરા જેમ ઉછેર કરી, લાડપુરા કર્યા મારા,
પણ હવે સ્વપ્નાઓ પુરા કરવા નિરખતી રહું છું રાતભર હું મારા પપ્પાની તે છબી હતી,
આવી પડે જો દુઃખ મારા પર તો બહુ રડતી,
પપ્પાની છબી ભેટીને મારો ભાર હળવો કરતી,
પણ જ્યારે રાહ ના મળે તો હૃદય ખુબ મૂંઝાતું,
ત્યારે આત્મ શક્તિ આપનાર ને સાચી રાહ ચીંધનાર મારા પપ્પાની છબી તે હતી,
માતાએ આપ્પી ઉચ્ચ શિક્ષા મને, કર્યું સંસ્કારોનું સિંચન,
કરાવ્યું સત્યતાનું પારખું, શીલા હતી હું તો મૂલ્ય વિનાની,
મને તેજસ્વી મણિ બનાવનાર મારા પપ્પાની તે છબી હતી,
દર દર નાના મોટા પહાડો ઓળગી, તડકા-છાયા અનુભવ્યા,
એક સાંધુ ત્યાં તેર તૂટે, આંખોમાંથી શ્રાવણ વરસે,
ઠોકરો ખાતા ઊભી રહું,
આગળ વધવા હિંમત આપે,
હસતો ચહેરો રાખી જીવતા શીખવ્યું મારા પપ્પાની તે છબી હતી,
ઈશને સૌ આ જગતના તાત માને છે,
દરેક મા-બાપના હૃદયમાં ખુદ ઈશ્વર વાસ કરે છે,
પરંતુ પ્રભુથી ઊંચું સ્થાન રહેશે પપ્પાનું હે, દેવા !
કેમ કે મને ઈશ્વરનો પરિચય કરાવનાર મારા પપ્પાની તે છબી હતી.
