માવડી
માવડી
1 min
114
કષ્ટ વેઠીને નવ માસ મને નાડી સાથે બાંધીને રાખી,
અસહ્ય વેદના સહન કરી કોખમાં જતન કરીને રાખી,
બાંધી હિંચકો રૂડો હિંચકાવતી મારી માવડી,
મને મીઠાં હાલરડાં શબ્દોથી પીરસતી મારી માવડી,
દરેક લોકોના મેણા સાંભળીને જન્મ આપ્યો માવડી,
પોતે ભૂખી રહી મારું પેટ પૂરતું રાખ્યું મારી માવડી,
સખત મહેનત કરી મારું પોષણ કરી મોટી કરી માવડી,
એ વહાલ નહીં ભૂલાય માથે હેતથી હાથ મૂકતી માવડી.
