હું અને તું
હું અને તું
સરોવરના ઊંડાણમાંથી એક તારો ઉપાડ્યો, અને રાતના કામણમાં એકલો એકલો ચળક્યા કરે તે માટે એને આકાશમાં ફંગોળ્યો એ તારાનું નામ તે "તું."
જેનુ નામ પણ સાંભળ્યું નથી એવા સાગરમાં મેં મારી નાવ તરતી મૂકી છે, જ્યાં હોડીઓ અને તરસ્યા હોઠ એક બીજાની શોધમાં વાસ્તવિકતાઓના કિનારાઓથી દૂર ને દૂર સરકતા રહે છે એ નાવ નું નામ તે "તું.",
રણની રેત વચારે મેં ફૂલોનું વન ઉગાડ્યું છે, એમના રંગો મેં મેઘધનુષ્ય પાસેથી મેળવ્યા છે. દેવદૂતની પાંખો જેવી સુંવાળી પાંખડીઓ અને પહેલા જ વરસાદ આવી ચડતી પૃથ્વીના શ્વાસ જેવી મીઠી સુગંધ, એ સુગંધનું નામ તે "તું",
ભરતીના મોજા પરથી હું ચંદ્ર પર પહોંચવા મથી, વાદળો થઈ જઈને હું સૂર્ય પર પહોંચવા મથી ચંદ્ર ખુબ ઊંચો હતો, સૂર્ય ખુબ ઉષ્ણ હતો, મેં તો એક કિરણ ઝાલી લીધું, એ કિરણ નું નામ તે "તું".
