સમજી શકતા નથી
સમજી શકતા નથી
ચાહું છું સદાય અનહદ તમને તમારી બની
પણ ક્યારેય તમે મને સમજી શકતા નથી,
હર ઘડી નીહાળવા આપને દિલ છે બેતાબ
પણ તમે મારી વેદનાઓ સમજી શકતા નથી,
ઘણા સમય પછી પણ તમે ના મળો ત્યારે
હું ખૂદને પણ અરીસામાં જોઈ નથી શકતી,
મન કહે કે મન ભરી ઝઘડો કરીશ તમારાથી,
હસતું મુખારવિંદ તમારું હું ઝઘડી નથી શકતી,
મારો ગુસ્સો બરફની જેમ ઓગળી જાય છે,
મારા મનની મૂંઝવણ તમે સમજી શકતા નથી,
દિલ થોડી વાર માટે ખુશ થઈ જાય છે,
મારા દિલની વાતને જણાવી શકતી નથી,
રાહ જોઉં છુ એક દિવસ આવશો મારી પાસે તમે
ધબકારનો ઈશારો તમે સમજી શકતા નથી,
તડપું છું એકલવાયા જીવતરમાં તુજ વિના
ભૂતકાળની દ્રશ્યમાન છબી ભૂલી શકતી નથી.
