સરનામું મને આપ
સરનામું મને આપ
મૃગજળના છળની મને કંઈ ખબર નથી,
એક તરસ્યા હરણનું સરનામું મને આપ.
ચાતકની પ્યાસ એ તો અનુભવવાની વાત,
એક શુષ્ક શ્રવાણનું સરનામું મને આપ.
કેટલી ખૂંદી છે ખીણ કંદરા ને કોતરો,
અલગારી ઝરણનું સરનામું મને આપ.
પાર શબ્દાથી છેતરાયેલું આયખું ઉગ્યું રે,
સરકી ગયેલા સમયનું સરનામું મને આપ.
વાંચવી નથી ભૂતકાળની એ એક પળને,
ભુલાઈ ગયેલાં સ્મરણનું સરનામું મને આપ.
વિશ્વના વિષ ચક્રમાં તન મન ઘોળી દોડ્યાં,
પડછાયા પકડે એવા ચરણનું ઠેકાણું મને આપ.
