STORYMIRROR

Vrajlal Sapovadia

Crime Inspirational

4  

Vrajlal Sapovadia

Crime Inspirational

નાત જાતે વાળ્યો દાટ

નાત જાતે વાળ્યો દાટ

1 min
353

ને આ નાત જાતની પાત 

અનુભવ ઉપરે કરે પ્રપાત 

વળી ધર્મના નામે ઢોલ 

યોગ્યતાની ખુલે જબરી પોલ  


રાજકારણના સમીકરણો ગૂઢ 

આશા રાખવી શું જ્યાં મર્યા મૂઢ  

ચરે આ આખલા નાતના નામે

ધર્મના નામે અધર્મ જામે 


પ્રામાણિકતા વળી કેવી બલા 

કરે ઉદ્ધાર પોતા તણો જે ભલા 

ગામની શું કામ ચિંતા કરે 

પોતાની સાત પેઢી પેટ ઠરે 


એજ મોટી લાયકાત એની 

પ્રજા તણી ત્યાં નિસ્બત શેની 

ને આ નાત જાતની પાત 

મન મંદિરે મચાવે ઉત્પાત 


વળી ધર્મના નામે ઢોલ 

માનવતાના દ્વાર જરાં ખોલ 

રાજકારણના સમીકરણો ગહન 

જૂઠનું લાગ્યું જનને સંમોહન 


ઉઠ જાગ જાતની ઉપર આજ 

ઉઘાડ આંખ મનવા તારે કાજ 

ધર્મનાં નામે રોટલો શેકે 

તને ઓળા જ્યમ ચૂલે ફેંકે


Rate this content
Log in

Similar gujarati poem from Crime