STORYMIRROR

Chaitanya Joshi

Crime Drama Inspirational

3  

Chaitanya Joshi

Crime Drama Inspirational

દગો આપે છે ઇશને

દગો આપે છે ઇશને

1 min
25.8K


માનવ થઈને માનવતા મૂકનાર દગો આપે છે ઇશને,

કીધેલ કોલકરારને ભૂલનાર દગો આપે છે ઇશને,


શ્રેષ્ઠ મનુજ અવતાર પ્રભુની કૃપા થકી પામ્યા છો,

તોય દાવપ્રપંચને કેવા ખેલનાર દગો આપે છે ઇશને,


સૌથી અધિક બુદ્ધિમત્તા છે પરમ સૌગાત પરમેશની,

સ્વાર્થ સાધવા કપટ કરનાર દગો આપે છે ઇશને,


જન્મ આપી મોટા કર્યા પામ્યા માતપિતાનો દુલાર,

એને વાટ વૃદ્ધાશ્રમની ચીંધનાર દગો આપે છે ઇશને,


વાચા ઉત્તમ ભેટ હરિની પરાવેણ ઉચ્ચારવા દીધી,

વાતવાતમાં વૈખરીને વદનાર દગો આપે છે ઇશને.


Rate this content
Log in

Similar gujarati poem from Crime