STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Crime Others

4  

Meenaz Vasaya. "મૌસમી"

Crime Others

કોઈ જોગવાઈ છે ?

કોઈ જોગવાઈ છે ?

1 min
348

ફૂલોની કરી હત્યા અતર બનાવે છે

વૃક્ષોની કરી હત્યા ફર્નિચર બનાવે છે

ખેતરની કરી હત્યા બિલ્ડિંગો બનાવે છે

જંગલની કરી હત્યા રિસોર્ટ બનાવે છે


પ્રદૂષણ હવામાં ફેલાવી બીમારી નોતરે

આ નદી સરોવર દરીયા ને પ્રદૂષિત કરી, જોખમ નોતરે

આ હવા અને પાણીને પણ પેક કરી વેચે માનવી

મારું તારું કરી માનવતાની કરે હત્યા


લૂટી લઈ કોઈનું વિશ્વાસની કરે હત્યા

દીકરી જાણે ગર્ભમાં કરે હત્યા

દહેજ ને રિવાજના નામે માબાપના અરમાનોની કરે હત્યા

સારું છે આકાશ પર માનવીનું કોઈ રાજ નથી

નહિતરચાંદ સૂરજના પણ ભાગલા પાડી દેત આ માનવી


પશ્ચિમી દેશોના આંધળા અનુકરણમાં,

સંસ્કાર અને ભાષાની કરે હત્યા

લાંચ લઈ અયોગ્ય વ્યક્તિને આપે નોકરી

યોગ્ય વ્યક્તિના અરમાનોની કરે હત્યા

વિકાસના નામે વિનાશ વેરે પ્રકૃતિની કરે હત્યા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Crime