STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Crime Thriller Tragedy

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Crime Thriller Tragedy

ભવ્ય ભ્રષ્ટાચાર

ભવ્ય ભ્રષ્ટાચાર

1 min
27K


શું તમે તરસની વાત કરો છો,

પાછા રણમાં મુલાકાત કરો છો,


મૃગજળની લાંચ આપી તમે જ,

એક ભવ્ય ભ્રષ્ટાચાર કરો છો,


તમે જ ચોમાસાને રાખી બાનમાં,

નકામી ભીંજાવાની વાત કરો છો,


અનરાધારનું વચન યાદ છે?

ને ઝરમર વરસાદ કરો છો,


આગાહીમાં બહુ અટવાયાં તમે,

સાચે વરસવાની વાત કરો છો?


આખો'દિ વાદળનાં જૂઠાં વાયદા,

ક્યાં કદી તમે ભીની રાત કરો છો,


હવે તો સ્મરણ સરવરે ના'શું,

તમે ક્યાં છલકવાની વાત કરો છો.


Rate this content
Log in

Similar gujarati poem from Crime