STORYMIRROR

shital Pachchigar

Crime Inspirational

4  

shital Pachchigar

Crime Inspirational

મુખવટો

મુખવટો

1 min
357

કોઈ એક એવું આવી ને અડે તો, લાગે કે કમાલ કરે છે, 

જોઈ એને મન જાણે ભીતર ધાંધલ ધમાલ કરે છે,


કોઈ આંખ તમારાથી કયારેક, અજાણે ભીની થાય છે,

ને કોઈક વાર તમારી આંગળીઓ પણ રૂમાલ બને છે,


બાંધેલી આશાના આવરણ હંમેશા તૂટે છે,

પ્રેમ અને લાગણીના સંબંધ હંમેશા છૂટે છે,


જ્યાં ભૂલોને ભૂલાવાની સમજણ હોય છે,

ત્યાં જ સંબંધો હંમેશા નિખરી ઊઠે છે,


ભણેલા માનવી સંબંધોને પુસ્તકોમાં શોધે છે,

ખબર ક્યાં છે એને, જીવન પણ ઘણા પાઠ ભણાવે છે,


દુઃખી માનવ હંમેશા સુખને ઝંખે છે,

પણ, જે સુખી છે, તે તો હંમેશા પોતાના દુઃખને રડે છે,


આજનો માનવ ઘણા મુખવટાઓ પહેરીને જીવે છે,

પણ, સાચા આવરણની ક્યાં કોઈને ખબર પડે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Crime