STORYMIRROR

Neeta Chavda

Tragedy Crime

4  

Neeta Chavda

Tragedy Crime

કલરવ

કલરવ

1 min
292

 ખબર છે પિંજરના પંખીને કેવું લાગતું હશે !

અરેરે! જ્યારે સૂરજ ચમકતો હોય

ઉપરના ઢોળાવ પર

જ્યારે પવન હળુ હાલતો હોય ઉગતાં ઘાસ મહીં

ને નદી વહેતી હોય કાચના પ્રવાહ સમી


જ્યારે પ્રથમ પંખી કલરવ કરતું હોય

ને પ્રથમ કળી ઉઘડતી હોય

ને સોડમ એની પાંખડીઓમાંથી પ્રસરતી હોય

મને ખબર છે પિંજરના પંખીને કેવું લાગતું હશે !


મને ખબર છે કેમ પિંજરનું પંખી એની પાંખ વીંઝે છે

ક્રૂર સળિયા પર એનું રક્ત લાલ લાલ 

કેમકે એણે તો પાછા ઉડીને જવું છે

એની ડાળીએ ને વળગવું છે


જ્યારે એનું સાથી ડાળી પર ઝૂલતું હોય

ને પીડા હજી એના પુરાણા પુરાણા ઘાવ મહીં ધબકે છે

ને એ ઓર ડંખે છે

મને ખબર છે એ કેમ એની પાંખ વીંઝે છે

મને ખબર છે પિંજરનું પંખી કેમ ગાય છે, આહ !


જ્યારે એની પાંખ ઘાયલ થાય છે ને સીનો કળે છે

જ્યારે એ સળિયા પર વીંઝે છે પાંખ ને એ મુક્ત થશે

એ નથી આનંદ કે ખુશીનું ગીત પણ એ પ્રાર્થના છે

જે એ હૃદયના ઊંડાણમાંથી મોકલે છે,


એક આર્ત અરજ છે જે ઉપર સ્વર્ગ તરફ મોકલે છે

મને ખબર છે પિંજરનું પંખી કેમ ગીત ગાય છે!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy