STORYMIRROR

Drsatyam Barot

Crime Others

3.0  

Drsatyam Barot

Crime Others

ફાવી ગયું

ફાવી ગયું

1 min
14K


શ્વાસને જો એટલે ફાવી ગયું,.

શ્વાસનું મારું નગર આવી ગયું.

જ્યાં મકાનો આસમાનો આબતા,

પીજરામા ઊડવુ ફાવી ગયું .

ગટરની દુર્ગંધ જેવી લાગણી,.

હૃદય મારું આજ ગંધાવી ગયું.

શ્વાસ, ઘર ને લાગણી ભાડે બધું,

પારકું ગ્રામર મને ફાવી ગયું.

વ્યાજ, સટ્ટો, લૂંટવું, ચોરી કરી,.

જીવવાનું ગણિત સમજાવી ગયું.

રોટલો ના ઓટલો ના માણસો,.

દ્વેષનુ જંગલ ચણાવી ગયું .

વાસનાથી પ્રેમનો સંબંધ છે ,.

દિલ બધાનું એમ પરખાવી ગયું.

જૂઠ, અફવા રોજ હિંસાનું નગર,.

સત્યને આબાદ વટલાવી ગયું


Rate this content
Log in

Similar gujarati poem from Crime