શહીદ
શહીદ
દુનિયામાં દુશ્મન એક છે,
આતંકવાદ એનું નામ છે,
આતંકને નાથવાનું બધાનું કામ છે.
થોડા લોભ લાલચમાં ઝનૂની બને છે,
આતંકવાદી બનીને ખોટું કામ કરે છે,
નથી આમાં કોઈ ધર્મ ઝનૂન, પાગલપન સવાર,
એવા આતંકવાદી પ્રવૃત્તિઓનું ખોટું કામ છે.
માનવતાની રક્ષા માટે સૈનિકો પ્રવૃત્ત છે,
આતંકવાદીઓને ખતમ કરવું જરૂરી છે,
કાયરતા બતાવે છે આતંકવાદીઓ,
પ્રજા રક્ષક સૈનિકો શહીદ બને છે.
પ્રજાને નિર્ભય કરવા માટે સૈન્ય કાર્યવાહી કરે છે,
એક એક આતંકીને ઠાર મારવો જરૂર છે,
આતંકવાદ નાથવા માટે સૈનિક શહીદ બને છે,
એવા શહીદોને શ્રદ્ધાંજલિ આપવી જરૂરી છે.
