STORYMIRROR

Kinjal Patel

Action Crime Thriller

2.1  

Kinjal Patel

Action Crime Thriller

વિશ્વાસનો દોર

વિશ્વાસનો દોર

1 min
6.9K


એક સમય હતો જ્યારે આ ચહેરાનો આશિક હતો તું,

આજે એ જ ચહેરો નથી તારા કારણે,


મારી એક ના એ એવું તે શું કર્યું કે આજે મારો દુશ્મન થયો તું,

આજે તારા ફેંકેલા એસિઙથી મારું રોમ રોમ બળે તારા કારણે,


એકવાર આ ગુનો કરી છૂટી ગયો તું,

પણ મારે તો આ દુઃખ સહેવું જીવનભર તારા કારણે,


મારું જીવન બરબાદ કરી તારી ખુશી મેળવી ગયો તું,

પણ મારે જીવનભર એક એક ખુશી માટે દુનિયાથી લઙવું પઙશે તારા કારણે,


તારા અહમના કારણે મારા જીવન સાથે રમી ગયો તું,

પણ તારી એ રમતની સજા ભોગવવી મારે તારા કારણે,


શું ભૂલ હતી મારી કે આજે આમ નિર્દય થયો તું,

આજે મારે બધાની દયા પર જીવવું તારા કારણે,


ક્યારેક આ ખૂબસુરતીનો કાયલ હતો તું,

આજે આ ખૂબસુરતી નથી તારા કારણે,


એક પ્રહારથી મારા દરેક સપના તોઙી ગયો તું,

હવે આ સપના ફરી નહીં જીવી શકું હું તારા કારણે.


Rate this content
Log in

Similar gujarati poem from Action